વિરહિણી ગીત ———–દીપક ત્રિવેદી

વિરહિણી ગીત ———–દીપક ત્રિવેદી

ઝરમર ચંદનતલાવડી કાંઠે ઊગ્યા ગુલમહોર રે ….. રામૈયારામ
આદશ – ઓદશ ચણોઠડીના ગોટા ચારેકોર રે …. રામૈયારામ
ઘરચોળાંના દેશમાં રે ઊગ્યા શુકનગીત ;
ઠણકું ખાતાં વાલમા આડી આવી ભીંત !
તડકાની પાંસળિયે ફૂટ્યાં ગલગોટાના પ્હોર રે …. રામૈયારામ
મારામાંથી બહાર કૂદતો ધ્રુજે થરથર મોર રે …. રામૈયારામ
મારા મઘમઘ શ્વાસના ફૂટેલાં ઓછાડ ;
ચકલીભીની ચીસનાં હાંફે પહાડે- પહાડ !
ઉઘાડા કંકણની ફરતે બાંધો રેશમદોર રે …. રામૈયારામ
સાંજ ઢળ્યે ઉઘાડ આભમાં માલીપા ઘનઘોર રે …. . રામૈયારામ

ઝરમર ચંદનતલાવડી કાંઠે ઊગ્યા ગુલમહોર રે ….. રામૈયારામ

———–દીપક ત્રિવેદી

About deepakgtrivedi

I am Deepak Trivedi ,working as Lecturer in civil engineering, at Govt. Polytechnic, Rajkot,Gujarat,India).It is the pleasure moment to write the poems and to read new poems.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a comment